બનાસના ખેડૂતો  મધના વ્યવસાયથી લાખો રૂપિયા મેળવતા થયા છે: શ્રી મનોજ કુમાર, ચેરમેન KVIC
ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC) ના ચેરમેન શ્રી મનોજ કુમારજીની અધ્યક્ષતામાં આજે બનાસ ડેરી પાલનપુર ખાતે મિશન ખાદી હની સંવાદ અને હની બોક્સ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું આહવાન અને ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના સતત પ્રયત્નો થકી આજે શ્વેતક્રાંતિ સાથે સ્વીટક્રાંતિની શરૂઆત કરી બનાસ ડેરીએ મધના વ્યવસાયથી ખેડૂતો માટે પૂરક આવક ઉભી કરી છે.
કાર્યક્રમમાં બનાસ હની પ્રોજેક્ટના પ્રોગ્રેસની વિસ્તૃત માહિતી, કામગીરી, મુશ્કેલીઓ અને ભવિષ્યની જરૂરિયાત તેમજ પ્લાનિંગથી ઉપસ્થિત ખેડૂતોને માહિતગાર કરાયા હતા. ખેડૂતો સાથે મધની ખેતી સંદર્ભે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો.
બનાસ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંગ્રામ આર. ચૌધરી, માર્કેટિંગ ડિરેક્ટર KVIC શ્રી સંજીવ પોસવાલ, ડિરેક્ટર KVIC શ્રી સંજય હેડાઓ તેમજ મધ પ્રોજેક્ટ સાથે જોડાયેલા બનાસકાંઠાના ખેડૂતો હાજર રહ્યા હતા.